મન કી બાત: દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત-પીએમ મોદી 

પીએમ મોદી (PM Modi) એ પોતાના માસિક કાર્યક્રમ મન કી બાત (Man ki Baat) માં કહ્યું કે દેશના યુવાઓ અરાજકતા પસંદ કરતા નથી.

મન કી બાત: દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત-પીએમ મોદી 

નવી દિલ્હી:  પીએમ મોદી (PM Narendra Modi) એ મન કી બાત (Man ki Baat) કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યાં. કાર્યક્રમના 60માં એપિસોડમાં પીએમ મોદીએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી બબાલનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે દેશના યુવાઓ અરાજકતા પસંદ કરતા નથી. જો કે તેમણે એઆરસી, એનપીઆર વગેરે પર વાત ન કરી. તેમણે કહ્યું કે અવ્યવસ્થા અને અસ્થિરતા પ્રત્યે દેશના યુવાઓને નફરત છે. તાજેતરમાં સીએએને લઈને થયેલા હિંસક પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓનો ઉલ્લેખ થયા બાદ પીએમ મોદીના આ સંબોધનને તે સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે આવનારા દાયકાને ગતિ આપવામાં જે લોકોના જન્મ 21મી સદીમાં થયા છે તેવા લોકો વધુ સક્રિય ભૂમિકા નિભાવશે. જે આ સદીના મહત્વપૂર્ણ મુદ્દાઓને સમજતા મોટા થયા છે. આવા યુવાઓને આજે અનેક નામોથી ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેમને મિલેનિયલ કહે છે તો કેટલાક ઝેન ઝેડ કે જનરેશન ઝેડના નામથી ઓળખે છે. એક વાત તો લોકોના દિમાગમાં ફિટ થઈ ગઈ છે કે આ સોશિયલ મીડિયા જનરેશન છે. આપણે બધા અનુભવ કરીએ છીએ કે આપણી આ પેઢી ખુબ પ્રતિભાશાળી છે. કઈક અલગ કરવાનું તેમનું સ્વપ્ન રહે છે. 

પીએમ મોદીએ કહ્યું કે આ પેઢીની પોતાની આગવી સોચ છે. સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ દિવસોમાં યુવા સિસ્ટમને પસંદ કરે છે. તેઓ સિસ્ટમને ફોલો કરવાનું પણ પસંદ કરે છે. પરંતુ જો સિસ્ટમ યોગ્ય રીતે રિસ્પોન્ડ ન કરે તો તેઓ બેચેન થઈ જાય છે અને હિંમત સાથે સિસ્ટમને સવાલ પણ કરે છે. હું તેને ખુબ સારું ગણુ છું. એક વાત તો નક્કી છે કે આપણા દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા અને અસ્થિરતા પ્રત્યે તેમના મનમાં ચીઢ છે. તેઓ પરિવારવાદ, જાતિવાદ, પારકું પોતાનું, સ્ત્રી પુરુષ જેવા ભેદભાવને પસંદ કરતા નથી. 

પીએમએ કહ્યું કે એવું ઘણીવાર જોવામાં આવ્યું છે કે એરપોર્ટ કે સિનેમા હોલમાં કોઈ લાઈન તોડવાની કોશિશ કરે તો સૌથી પહેલા યુવાજ તેનો વિરોધ કરે છે. આ એક નવી પ્રકારની વ્યવસ્થા, નવા પ્રકારનો યુગ છે. આજે ભારતની આ પેઢી પાસે ઘણી આશા છે. સ્વામી વિવેકાનંદે પણ યુવાઓમાં જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમાથી જ મારા કાર્યકરો નીકળશે.  અત્રે જણાવવાનું કે ગત દિવસોમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યાં. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ અનેક ઉગ્ર પ્રદર્શનો કર્યા હતાં. 

જુઓ LIVE TV

સંસદની કામગીરીની કરી પ્રશંસા
ગત 6 મહિનાઓમાં 17મી લોકસભાના બે સદનો ખુબ જ ઉત્પાદક રહ્યાં. લોકસભાએ 114 ટકા કામ કર્યું. તો રાજ્યસભાએ 94 ટકા કામ કર્યું. હું બંને સદનોના પીઠાસીન અધિકારીઓ, તમામ રાજકીય પક્ષો અને સાંસદોને તેમની સક્રિય ભૂમિકા માટે શુભેચ્છા પાઠવવા માંગુ છું.

સૂર્યગ્રહણનો કર્યો ઉલ્લેખ
સૂર્યગ્રહણનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેને લઈને mygov.in પર રિપુને ખુબ રસપ્રદ કોમેન્ટ કરી. તેમણે લખ્યું કે હું નોર્થ ઈસ્ટનો છું પરંતુ હાલ સાઉથમાં રહું છું. અમારા વિસ્તારમાં આકાશ સ્વચ્છ હોવાના કારણે અમે આકાશમાં જ એકીટસે જોતા રહ્યાં હતાં. જોબ બાદ સમય કાઢી શકતો નથી. શું એ વિષય પર વાત કરી શકીએ કે એસ્ટ્રોનોમીને યુવાઓ વચ્ચે કેવી રીતે પોપ્યુલર કરી શકીએ. મોદીએ વધુમાં કહ્યું કે મારી પાસે આ પ્રકારનું સૂચન પહેલીવાર આવ્યું. 26 તારીખે યુવાઓની જેમ મારા મનમાં પણ ઉત્સાહ હતો. અફસોસ કે દિલ્હીમાં વાદળાના કારણે આ નજારો હું જોઈ શક્યો નહીં. જો કે ટીવી પર કોઝિકોડ અને ભારતના બીજા હિસ્સાઓમાં ગ્રહણની તસવીરો જોવા મળી. એક્સપર્ટે જણાવ્યું કે આવું એટલા માટેથાય છે કારણ કે ચંદ્રમાં પૃથ્વીથી ઘણો દૂર છે. આથી તેનો આકાર સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી. આથી એક રિંગ જેવું બને છે. ગ્રહણ આપણને યાદ અપાવે છે કે આપણે પૃથ્વી પર રહીને અંતરિક્ષમાં ઘૂમી રહ્યાં છીએ. 

હિમાયત પ્રોગ્રામનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ પરવીન ફાતિમાનો ઉલ્લેખ કર્યો. તેઓ કારગિલના છે, હાલ તામિલનાડુમાં સુપરવાઈઝરની નોકરી કરે છે. આ બધુ હિમાયતના કારણે થયું. આવું જ કઈક ફય્યાઝ અહેમદ પરેશાનીઓથી ઘેરાયેલા હતાં. હિમાયતથી તેમને મદદ મળી. આજે પંજાબમાં નોકરી કરે છે. મોદીએ જમ્મુ અને કાશ્મીરના હિમાયત પ્રોગ્રામનો ઉલ્લેખ કર્યો. તે સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલો છે. જેમનો અભ્યાસ પૂરો ન થઈ શક્યો હોય તેમના માટે છે. મોદી બોલ્યા કે હિમાયત કાર્યક્રમ હેઠળ છેલ્લા 2 વર્ષમાં 18 હજાર યુવાઓને અલગ અલગ ટ્રેડમાં તાલીમ અપાઈ છે. જેમાંથી 5000 લોકો અલગ અલગ જગ્યાએ નોકરી પણ કરે છે. તેઓ સારી રીતે સ્વરોજગાર  તરફ આગળ વધ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news